Published By:-Bhavika Sasiya
- જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ… તેમ છતાં હજી ગૃહિણીઓ રાજી નહીં…
ભારતીય અર્થતંત્રના જાણકારો ઍમ જણાવી રહ્યા છે કે હાલ ભારતમા ફુગાવાનો દર ઘટી રહયો છે. તેથી વિવિઘ ચીજ વસ્તુઓ ના ભાવોમાં ઘટાડો થાય તેવી સંભાવના છે જોકે હાલમા તો બજારમાં કોઇ ચીજ વસ્તુઓના ભાવ મા કોઇ ખાસ ઘટાડો થયો નથી અર્થશાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ માર્ચમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે ફુગાવો ઘટીને 2 ટકાના આંકડા પર આવી ગયો છે. જથ્થાબંધ ભાવાંક આધારિત જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 1.34 ટકા હતો, જે અગાઉના મહિનામાં 3.85 ટકા હતો. તે અગાઉ એટલેકે ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 3.85 ટકા હતો અને તેના અગાઉના મહિનામાં એટલે કે જાન્યુઆરી 2023 માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો. જૉકે જથ્થાબંધ ફુગાવાના દરમાં આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ફુગાવાના દરને કારણે આવ્યો છે. માર્ચમાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 2.32 ટકા પર આવી ગયો છે. તેના અગાઉના મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 2.76 ટકા હતો. ફુગાવો ઘટવાના કારણો જોતા , ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ-પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ કાગળ અને પેપર ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાને કારણે આ વખતે જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી…