Published by : Rana Kajal
પાકિસ્તાનમા રહેતાં હિંદુઓ કે જે લઘુમતીમાં છે. તેમના ભયમાં વધારો થયો છે. તેઓ ગભરાટ ભર્યા વાતાવરણમાં જીવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે વીતેલા 1 વર્ષમાં પાકિસ્તાનમાં મંદિરો પર થતા હૂમલા બમણા થયા હતા. માનવાધિકારના ઍક રિપોર્ટમાં એમ જણાવાયું છે કે પાકિસ્તાનમાં સરકારની ધાર્મિક સ્વતંત્રતાની વાત અને બાબતો પોકળ સાબિત થઈ રહી છે પાકિસ્તાનના સિંઘ પ્રાંતમા હિંદુઓ સાથે ટાર્ગેટ કિલિંગ, દુષ્કર્મ, જમીનો પર કબજો ધર્મપરિવર્તન ઘરોને સળગાવી દેવા અને મંદિરોમાં તોડફોડ વગેરે ઘટનાઓ સામાન્ય થઈ ગઇ છે