Published by : Vanshika Gor
ઇલિયાના ડિક્રુઝ બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હાલ અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઇલિયાના દીકરો છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ખડભડાટ મચાવી દીધો છે. ઇલિયાના ડિક્રુઝ પ્રેગ્નેન્ટ છે અને તે બાળકને જન્મ આપવાની છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
મંગળવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર તેણે બે તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં એક ટીશર્ટ દેખાય છે જેના ઉપર લખેલું છે એડવેન્ચર શરૂ થઈ રહ્યું છે. જ્યારે બીજી તસવીરમાં એક પેન્ડન્ટ જોવા મળે છે જેમાં મમ્મા લખેલું છે. આ પોસ્ટના કેપ્શન માં ઇલિયાના એ લખ્યું છે કે, “ટૂંક સમયમાં જ… તને મળવા માટે રાહ નથી જોઈ શકાતી. માય લીટલ ડાર્લિંગ્સ”.
ઇલિયાના એ આ પોસ્ટ શેર કર્યા પછી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. તેની આ પોસ્ટ ઉપર અનેક લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે તો ઘણા યુઝર્સ બાળકના પિતા કોણ છે તેવા પ્રશ્ન કરી રહ્યા છે. કારણ કે ઇલિયાનાના લગ્ન હજુ સુધી થયા નથી.