Published by : Rana Kajal
ઓસ્ટ્રેલિયાની અનેક યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ બાબત ભારત માટે શરમજનક કહી શકાય હાલ મળતી માહિતી મુજબ ઓછામાં ઓછી ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટી દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી યુનિવર્સિટી દ્વારા એમ જણાવવામા આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં બોગસ અરજીઓ ખુબ વધારે જણાઈ હતી તેથી પણ આ પગલું લેવામાં આવ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી, એડીથ કોવાન યુનિવર્સિટી વોલોગોંગ યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીનો સમાવેશ થાય છે