Published by : Rana Kajal
રાજ્યમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ચુકી છે ત્યારે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરો માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. મુસાફરો માટે એસ. ટી.નિગમ વધારાની 1400 કરતા વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ વધારાની એસ. ટી. બસો દોડાવાશે. આ ઉપરાંત આંતર રાજ્ય ના જુદા જુદા વિસ્તારોની પણ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. તે ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ તેમજ ગીરનાર અને અન્ય ધાર્મિક સ્થાનકો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને અન્ય ફરવાના સ્થાનકો ની પણ વધારાની બસ સર્વિસ દોડાવાશે એમ એસ.ટી.નિગમના સૂત્રોએ જણાવ્યુ હતું.