Published by : Rana Kajal
ભરૂચમાં વિધવા સાથે મિત્રતા કેળવી જાતિય સંબંધ રાખી બ્લેકમેલ કરનાર પરણિત યુવાનને અભયમ રેસ્ક્યુ ટીમેં પોલીસની મદદથી પકડી પાડ્યો હતો
મળતી માહિતી મુજબ ભરૂચ 181 હેલ્પ લાઈનની ટીમને ભરૂચમાં વિધવા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અવાર નવાર શારિરીક સંબંધ રાખતા યુવાન દ્વારા દબાણ કરતો હોવાની ફરિયાદ મળી હતી યુવાન પરણિત હોવાનું વિધવાને જાણ થતા તેણીને પસ્તાવો થયેલ અને હવે પછી કોઇ સબંધ નહિ રાખવાં પરણિત યુવાનને કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને શારિરીક સંબંધ બાંધ્યા હોવાના વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી શારિરીક સંબંધ ચાલું રાખવા વિધવાને બ્લેક મેલ કરતો હતો જેનાથી મુશ્કેલીમા મુકાયેલ વિધવાએ 181 મહીલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી.અભયમ રેસ્ક્યું ટીમેં ભરુચના પરણિત યુવાનને સ્થાનિક પોલીસની મદદથી તેને પકડ્યો હતો અને યુવાનની આ હરકત બદલ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ કરતા તે ભાંગી પડેલ અને તેના મોબાઈલમાં રહેલ બીભત્સ વિડિયો ક્લિપ્સ ડીલીટ કર્યા હતા. આ કેસમાં વિધવા મહિલાને આગળ કોઈ કાર્યવાહી નહિ કરવા જણાવતા યુવાનને ફરી આવી હરકત નહિ કરવાની તાકીદ આપી હતી.વિધવા મહિલાને પણ અન્ય પુરુષ સાથે મિત્રતા કેળવતા પહેલાં ખાત્રી કરવા સમજાવવામાં આવી હતી.