Published by : Rana Kajal
આજે આ તિરાડો પુરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જો કે તંત્ર આ તિરાડો નહિ પરંતુ જોઈન્ટમાં પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. વડોદરા ખાતે રાજ્યના સૌથી લાંબા ફ્લાય ઓવર અટલ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેનું લોકાર્પણ 25 ડિસેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું એટલે કે માત્ર પાંચ મહિનાના સમયગાળામાં આ બ્રિજના સર્વિસ બ્રિજ ઉપર તિરાડો જોવા મળી હતી. જેમાં આજે સિમેન્ટ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ આ બ્રિજ ઉપર પાથરેલ ડામર પણ ઓગાળવા માંડ્યો હતો જેના કારણે તેના ઉપર રેતી નાકહિં આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં મોટા મોટા બ્રીજનું નિર્માણ તો કરવામાં આવે છે પરંતુ અવાર નવાર તેની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ બ્રિજ ઉપર તિરાડ પડી હોવાનું મલમ પડતા તંત્ર દોડતું થઇ ગયું હતું અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક તરફ વિપક્ષ બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર આ તિરાડ નહિ પરંતુ જોઈન્ટ માં પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનું રટણ કર્યું હતું




