Published by : Rana Kajal
જ્યપાલો સરકારી બિલો તરત મંજુર કરે અથવા પાછા મોકલે…સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના રાજ્યપાલોને તાકીદ કરી આદેશ આપ્યો છે કે રાજ્યપાલો એ તરત બિલો મંજૂર કરવા જોઈએ અથવાતો બિલો પાછા મોકલી આપવા જોઈએ બિલો રોકી રાખી કે અટકાવી રાખવાનો કોઇ અર્થ નથી. અત્રે નોંધવું રહ્યું કે તેલંગણા સરકાર દ્વારા રાજ્યપાલ ટી. સુંદર રાજન વિરૂધ્ધ અરજી કરી હતી આ અરજીમાં જણાવ્યા મુજબ રાજ્યપાલ દ્વારા ઍક મહિના સુધી સરકારી બિલો અંગે કોઇ નિર્ણય લીધો ન હતો.આ અરજીના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને સરકારી બિલો અંગે ઝડપથી નિર્ણય લેવા અંગે તાકીદ કરી હતી