Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarMD ડ્રગ્સ બનાવતી પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની સહિત ₹2.67 કરોડની...

MD ડ્રગ્સ બનાવતી પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની સહિત ₹2.67 કરોડની 4 મિલકતો મુંબઈ ANC એ જપ્ત કરી…

Published by : Rana Kajal

  • ઓગસ્ટ 2022 માં મુંબઈ નાર્કોટિક્સ સેલે પાનોલી, નાલાસોંપરા અને દહીંસરમાંથી મુખ્ય આરોપી પ્રેમ પ્રકાશ પારસનાથ સીંગ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડું હતું
  • 4,856 કરોડ રૂપિયાની કિંમતનું 2,428.958 કિલોગ્રામ ડ્રગ રિકવર કરાયું હતું

પાનોલી GIDC માં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની સહિત દહીંસર, નાલાસોપારામાંથી ગત ઓગસ્ટ 2022 માં 2428 કિલો ₹4856 કરોડનું MD Drugs ના રેકેટમાં મુખ્ય આરોપીની ₹2.67 કરોડની 4 મિલકતો મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે જપ્ત કરી છે.

મુંબઈ ANC એ ગયા વર્ષના રૂ. 4,856 કરોડના મેફેડ્રોન જપ્તીના કેસમાં મુખ્ય આરોપીની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાનોલી ખાતેની ચાર મિલકતો જપ્ત કરી છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ અને NDPS એક્ટની સક્ષમ સત્તાએ રૂ. 2.67 કરોડથી વધુની કિંમતની આ મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે.

મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ ANC એ મેફેડ્રોનના ઉત્પાદન અને વિતરણની એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને ગયા વર્ષે દહિસર, નાલાસોપારા અને પનોલીમાંથી 4,856 કરોડ રૂપિયાની કિંમતનું 2,428.958 કિલોગ્રામ ડ્રગ રિકવર કર્યું હતું.

દહિસરમાં 2 દુકાનો, નાલાસોપારા ખાતેની એક દુકાન અને અંકલેશ્વરમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) પાનોલીનો 5,000 ચોરસ ફૂટનો પ્લોટ ફ્રીઝ કરવામાં આવ્યો છે. આ મિલકતો પ્રેમ પ્રકાશ પારસનાથ સિંગની છે, જે મુખ્ય આરોપી છે. પાનોલીમાં ઇન્ફિનિટી રિસર્સ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના નામે પ્રેમ પ્રકાશ તેના અન્ય ભાગીદાર અને આરોપીઓ સાથે મળી કંપનીમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતો હતો.

ANCના વર્લી યુનિટે આ કેસમાં સિંગ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security