Published by : Rana Kajal
- ટેલિવિઝનના યુગમાં પણ રેડિયો સાંભળવા ઘણાખરા ઉત્સુક, રેડિયો ઉપર પ્રસારિત થતી માહિતી શ્રેષ્ઠ અને વિશ્વસનીય : MP મનસુખ વસાવા
- રેડિયોના માધ્યમથી ગામડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓ અને દેશવિદેશમાં બનતી ઘટનાઓની જાણકારી મળી રહેશે
- પ્રધાનમંત્રીએ દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરીનવતર ભેટ ધરી
- 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન ભારતમાં રેડિયો ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે
- રેડિયો અને મન કી બાત દ્વારા, હું દેશની શક્તિ અને દેશવાસીઓમાં સામૂહિક શક્તિ સાથ જોડાઈ શકું છું
- એક રીતે, હું તમારી ઓલ ઈન્ડિયા રેડિયો ટીમનો જ ભાગ છું
- જે લોકો દૂરના ગણાતા હતા તેઓને હવે મોટા સ્તરે કનેક્ટ થવાની તક મળશે
- સરકાર ટેકનોલોજીના લોકશાહીકરણ માટે સતત કામ કરી રહી છે
- ડિજિટલ ઈન્ડિયાએ રેડિયોને માત્ર નવા શ્રોતાઓ જ નહીં પરંતુ એક નવી વિચાર પ્રક્રિયા પણ આપી છે
- કોઈપણ સ્વરૂપમાં કનેક્ટિવિટીનું લક્ષ્ય દેશ અને તેના 140 કરોડ નાગરિકોને જોડવાનું હોવું જોઈએ
દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી પ્રયાસોથી શુક્રવારના રોજ સમગ્ર દેશમાં 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગર સહિત મોડાસા, બોટાદ, દાહોદ, ખંભાળિયા, વેરાવળ, રાધનપુર, સુરેન્દ્રનગર, થરાદ અને વલસાડનો પણ સમાવેશ થાય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/04/f54fe56c-0691-4f5d-86f8-dedc44751beb-1024x682.jpg)
ઓનલાઈન વર્ચ્યુઅલના માધ્યમથી દેશને સંબોધતા, પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં અસંખ્ય પદ્મ પુરસ્કારોની હાજરીની નોંધ લઈ તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજનો દિવસ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એફએમ સેવાઓના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે રેખાંકિત કર્યું કે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા 91 એફએમ ટ્રાન્સમિટરની શરૂઆત 85 જિલ્લાઓ અને દેશના 2 કરોડ લોકો માટે ભેટ સમાન છે. એક રીતે, પ્રધાનમંત્રીએ કહ્યું, તે ભારતની વિવિધતા અને રંગોની ઝલક આપે છે. તેમણે માહિતી આપી હતી કે નવા 91 એફએમ ટ્રાન્સમિટર્સ હેઠળ આવરી લેવામાં આવેલા જિલ્લાઓ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને તાલુકાઓ છે અને આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે ઓલ ઈન્ડિયા રેડિયોને અભિનંદન આપ્યા હતા. તેમણે પૂર્વોત્તરના નાગરિકોને પણ અભિનંદન આપ્યા જેમને આનાથી ઘણો ફાયદો થશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/47c4cdde-d6e9-4060-adba-1a6d9288f258-1024x682.jpg)
પ્રધાનમંત્રીએ રેડિયો સાથે તેમની પેઢીના ભાવનાત્મક જોડાણ પર ભાર મૂક્યો હતો. “મારા માટે, એક વધારાની ખુશી છે કે એક હોસ્ટ તરીકે મારો રેડિયો સાથે પણ સંબંધ છે”, પ્રધાનમંત્રીએ મન કી બાતના આગામી 100 મા એપિસોડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું. “દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ ફક્ત રેડિયો દ્વારા જ શક્ય હતું. આ દ્વારા હું દેશની તાકાત અને દેશવાસીઓમાં ફરજની સામૂહિક શક્તિ સાથે જોડાયેલો રહ્યો. તેમણે સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમની ભૂમિકાના ઉદાહરણો આપીને આ મુદ્દાને વિસ્તૃત કર્યો જે મન કી બાત દ્વારા લોકોનું આંદોલન બની ગયું. “તેથી, એક રીતે, હું તમારી ઓલ ઈન્ડિયા રેડિયો ટીમનો ભાગ છું”, તેમ પ્રધાનમંત્રક્ષીએ ઉમેર્યું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/f54fe56c-0691-4f5d-86f8-dedc44751beb-1024x682.jpg)
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં થઈ રહેલી તકનીકી ક્રાંતિએ રેડિયો અને ખાસ કરીને એફએમને નવા સ્વરૂપમાં બનાવ્યું છે. ઈન્ટરનેટના ઉદયની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે રેડિયો પોડકાસ્ટ અને ઓનલાઈન એફએમ દ્વારા નવીન રીતે આગળ આવ્યો છે. “ડિજિટલ ઈન્ડિયાએ માત્ર રેડિયોને નવા શ્રોતાઓ જ નહીં પરંતુ એક નવી વિચાર પ્રક્રિયા પણ આપી છે”, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દરેક પ્રસારણ માધ્યમમાં સમાન ક્રાંતિ જોઈ શકાય છે. તેમણે માહિતી આપી હતી કે દેશના સૌથી મોટા DTH પ્લેટફોર્મ ડીડી ફ્રી ડીશની સેવાઓ 4 કરોડ 30 લાખ ઘરોને પૂરી પાડવામાં આવી રહી છે જ્યાં વિશ્વની વાસ્તવિક માહિતી કરોડો ગ્રામીણ ઘરો અને સરહદની નજીકના વિસ્તારોના ઘર સુધી પહોંચી રહી છે.
પ્રધાનમંત્રીએ ઓલ ઈન્ડિયા રેડિયો જેવી તમામ સંચાર ચેનલોના વિઝન અને મિશનને રેખાંકિત કર્યું અને કહ્યું કે કનેક્ટિવિટી કોઈપણ સ્વરૂપમાં હોય, તેનો હેતુ દેશ અને તેના 140 કરોડ નાગરિકોને જોડવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ હિતધારકો આ વિઝન સાથે આગળ વધવાનું ચાલુ રાખશે જેના પરિણામે સતત સંવાદ દ્વારા દેશ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/448dd2e7-8247-48fe-99c2-e3c98e1bb7ff-1-1024x682.jpg)
નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે આકાશવાણીનું રેડિયો સ્ટેશન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુર જિલ્લાના પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, તાપી જિલ્લાના પદ્મશ્રી રમીલાબેન ગામિત, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર પ્રસાર ભારતીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતુ.
નર્મદા જિલ્લાના કેવડિયા-એકતાનગર 100.1 FM રેડિયો ટ્રાન્સમિટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં જે 91 જેટલા રેડિયો સ્ટેશનનો પ્રારંભ કરાવ્યો તેમાં એખતાનગર-કેવડિયાને પણ સ્થાન મળતા આ રેડિયો સ્ટેશન કાર્યરત બનતા આનંદની લાગણી વ્યક્ત કરૂં છું. જે સરદહના ગામો અને એસ્પિરેશનલ જિલ્લાની જનતાને આકાશવાણીના માધ્યમથી જોડવાનું સ્વપ્ન જોયું હતું તે ખરેખર આજે સાકાર થયું છે.