Published By : Parul Patel
ભરૂચ નજીક આવેલા ઝાડેશ્વર સ્થીત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયની સ્થાપનાને 28 વર્ષ પુર્ણ થયા હતા. આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
તા 30 એપ્રિલ 2023ને રવિવારના રોજ અનુભૂતિ ધામને 28 વર્ષ પૂર્ણ કરી ૨૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો ત્યારે ઝાડેશ્વર અનુભૂતિ ધામના અનુયાયીઓ દ્વારા આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ બી કે પ્રભાદીદીએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલિકા રાજ્યોગીની દાદી પ્રકાશ મણીજીના વરદ હસ્તે અનુભૂતિ ધામને તા. 30 એપ્રિલ 1995ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે અનુભૂતિ ધામને જોડતા 28 વર્ષ પૂર્ણ થઈ જતા ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના બીકે પ્રભાદેવીના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેક કટીંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના પ્રભાદીદી સહિત બ્રહ્માકુમારી સેન્ટરના સમર્પિત બહેનો અને સમગ્ર ભરૂચ જિલ્લાભર સાથે બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.