Published by : Rana Kajal
અમદાવાદના ઘી કાંટા ખાતેની ફોજદારી કોર્ટમાં રાજ્યની સૌ પ્રથમ વર્ચ્યુઅલ ઇ – કોર્ટની શરુઆત થઈ હતી. આ અંગે વધુ વિગતે જોતાં રાજ્યની પ્રથમ ઇ – કોર્ટ શરૂ થયા બાદ હવે ઇ- ચલણની રકમ વાહન ચાલકો દ્વારા 90 દિવસમાં નહીં ભરવામાં આવે તો આપોઆપ આઈ – ચલણ ઇ – ટ્રાફીક કોર્ટમાં પહોંચી જશે અને કસૂરવારોને નોટિસ પાઠવવામાં આવશે. વાહનચાલકો પણ ઇ – પેમેન્ટ દ્વારા દંડ ભરી શકશે. આમ થવાથી વાહન ચાલકોનો સમય અને નાણાંની બચત થશે. ખાસ શરૂ કરાયેલી ઈ – ચલણ ટ્રાફીક કોર્ટમાં પ્રથમ દિવસેજ 9044 જેટલા કેસો ટ્રાન્સફર થયા હતા.