Published By : Parul Patel
ગત રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 100માં એપિસોડના પ્રસારણ સામુહિક રીતે સાભળવાનું આયોજન એમ એસ યુનિવર્સિટીના ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમને સાંભળવા કોમન રૂમમાં હાજર રહેવા જણાવાયુ હતુ. પરંતું આશરે 20 થી 25 વિદ્યાર્થિનીઓ મન કી બાત કાર્યક્રમ સાંભળવા હાજર રહી ન હતી. તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા હોવાથી મોડી રાત્રી સુધી વાંચન કર્યુ હોવાથી સવારે ઉઠી શકાયું ન હતું. આ માટે તેમની પાસે દંડ પેટે રૂ 50ની માંગણી કરવામાં આવી હતી. જોકે કેટલીક વિદ્યાર્થિનીઓએ દંડ ભરવાની ના પાડી દીધી હતી. તો કેટલાકે દંડની રકમ આપ્યા બાદ બીજાં દિવસે રસીદ માંગી હતી. આ વિવાદ ઉભો થઈ રહયો છે એમ જણાતા તમામ વિદ્યાર્થિનીઓને દંડની રકમ પાછી આપી દેવામાં આવી હતી. જોકે વોર્ડને આખી વાતને રદિયો આપી જણાવ્યુ હતુ કે, કોઇ દંડ વસુલ કરવામાં આવ્યો નથી.