Published By : Patel Shital
- પરેડમાં માત્ર મહિલાઓ જ હશે…
આગામી વર્ષ 2024ના ગણતંત્રની દિવસની પરેડમાં નવો ઇતિહાસ રચાશે. તેનું મુખ્ય કારણ એ છે કે રક્ષા મંત્રાલયના એક પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું છે કે અને વિસ્તૃત ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગણતંત્ર 2024ની પરેડમાં માત્ર મહિલાઓની જ ભાગીદારી રહેશે. સાથે જ સરકારે નક્કી કર્યુ છે કે કર્તવ્ય પથ પર થતી ગણતંત્રની પરેડમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો અને પરફોર્મન્સમાં માત્ર મહિલાઓ જ સામેલ હશે. મળતી માહિતી મુજબ આ લેવાયેલ નિર્ણય અંગે સૌને જાણ કરી દેવામાં આવી છે. ગણતંત્રની પરેડમાં માત્ર મહિલાઓ જ હોવાથી વિશ્વને એક ખાસ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામા આવશે.