Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : 28 વર્ષીય યુવકને કરંટ લાગતા મોત, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા...

સુરત : 28 વર્ષીય યુવકને કરંટ લાગતા મોત, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થયો…

Published By : Disha PJB

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષીય યુવકને કરંટ લાગતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવજી નગરમાં રહેતો 28 વર્ષીય દીપક વસંત પાટીલ જેઓ બમરોલી રોડ ઉપર આવેલ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. ગઈકાલે બપોર દરમિયાન તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને કરંટ લાગતા ઘટના તેમનું સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એકના એક છોકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ત્યાં પોહચી ગયો હતો, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દીપક કામ કરી રહ્યો હોય અને અચાનક જ સ્વીચ બોર્ડને અડકતા તેને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે જમીન ઉપર પડી જાય છે.અને ત્યાં તેમનું મોત થઇ જાય છે તો તરત અન્ય સાથી મિત્ર આવીને સ્વીચ બોર્ડનું મેઇન સ્વીચ બંધ કરી દે છે.

આ બાબતે મૃતક દીપકના પિતા વસંત પાટીલે જણાવ્યું કે, દીપક અમારા પરિવારનો એકનો એક દીકરો હતો. દિપકનું મોત ઇન્ડસ્ટ્રીઝની બેદરકારીના કારણે નિપજ્યું છે. જો સ્વીચ બોર્ડને વ્યવસ્થિત દિવાલ ઉપર લગાવામાં આવત તો તેનું મોત નહિ થાત. પરંતુ સ્વીચ બોર્ડ ચાલુ કરતા તેને કરંટ લાગ્યો હતો. હું વોચમેનનું કામ કરું છું. મારે બે સંતાનો છે. એક છોકરો અને છોકરી. એમાં દિપક ત્યાં કામ કરીને અમને આર્થિક મદદરૂપ થતો હતો. અમે મૂળ મહારાષ્ટ્રના જલગામના વતની છે.

હાલ તો આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security