Published by : Rana Kajal
- નવી શાળા ખોલવા 234 અરજી આવી હતી.
રાજ્યમાં શિક્ષ્ણ બોર્ડ દ્વારા આગમી સત્રથી 68 ખાનગી શાળા ખોલવા પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં ધો.9 ની એટલેકે માધ્યમિક શાળા ખોલવા માટે મંજૂરી મેળવવા કુલ 234 અરજીઓ આવી હતી. જે પૈકી 166 અરજીઓ કોઈને કોઇ કારણોસર રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જે અરજીઓને મંજૂરી આપવામાં આવી છે તેમાં અંગ્રેજી માધ્યમની 33 અને ગુજરાતી માધ્યમની 34 નવી હાઈ સ્કૂલો શરૂ થશે. જ્યારે હિંદી શાળા ખોલવા કુલ 6 અરજીઓ આવી હતી. પરંતું આ તમામ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી.