Published by : Rana Kajal
- તા. 10 મે 1976ના રોજ રાજ્ય સરકારના સાહસ એવી GNFC ની સ્થાપના થઈ હતી….
ભરૂચ સમીપે આવેલ ગુજરાત નર્મદા વેલી ફરર્ટીલાઈઝર ઍન્ડ કેમિકલ, જીએનએફસી ની આજે વર્ષગાંઠ છે ત્યારે એમ કહી શકાય કે જીએનએફસી માત્ર ભરૂચ નુજ નહી પરંતું ગુજરાતનું પણ ગૌરવ છે..
તા 10/5/1976 થી આજ દિન સુધી GNFC દિન પ્રતિદિન પ્રગતિના સોપાન સર કરી રહી છે. GNFC એટલે કે ગુજરાત નર્મદા વેલી ફરર્ટીલાઈઝર ઍન્ડ કેમિકલ એ ગુજરાત રાજ્ય અને ગુજરાત સ્ટેટ ફરર્ટીલાઈઝર ઍન્ડ કેમિકલનું સંયુક્ત સાહસ છે. જે મુખ્ય ખેતીના ખાતરનુ ઉત્પાદન કરે છે. GNFCનું નર્મદા યુરીયાએ ખુબ નામના પ્રાપ્ત ખાતર છે સાથે જ આ ખાતર ખેડુતોનો વિશ્વાસ જીતવામાં સફળ સાબિત થયું છે. યુરીયા ઉપરાંત નાઈટ્રોફોસ્ફેટનું ઉત્પાદને GNFC કરે છે.

નીમ એટલે કે લીમડા પર આધારિત વિવિઘ ઉત્પાદન પણ પણ એક મહત્વનું ઉત્પાદન હતું. ઇન્ડસ્ટ્રીયલ કેમિકલમાં GNFC મેન્થોલ, કોસ્ટિક એસિડ અને નાઈટ્રિક એસિડ તેમજ અન્ય કેમિકલોનું ઉત્પાદન કરે છે. આર્થિક રીતે જોઈએ તો GNFC નફો કરતી સંસ્થા છે સાથે-સાથે સમાજિક ક્ષેત્રે પણ GNFCનું યોગદાન મહત્વનું રહ્યું છે.
મહિલાઓના વિકાસ માટે GNFC સાથે સંકળાયેલ નારદેસ સંસ્થા મહત્વનું યોગદાન આપી રહી છે. સાથે જ ખેડુતોના આર્થીક અને સમાજિક વિકાસ માટે પણ સંસ્થાએ ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે. પુર કે ભૂકંપ જેવી કુદરતી આફતો હોય કે પછી કોરોના મહામારી હોય આ તમામ સંઘર્ષ ભર્યા દિવસોમાં GNFC અસરગ્રસ્તોની પડખે રહી છે સાથે રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ GNFCનું મહત્વનું યોગદાન રહ્યું છે
