Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateરાજકોટમાં બે લાખના વાળની લૂંટનો બનાવ બન્યો…

રાજકોટમાં બે લાખના વાળની લૂંટનો બનાવ બન્યો…

Published by : Rana Kajal

દેશમાં વાળનો કરોડો ધંધો, સૌથી સારા વાળ તામિલનાડું ના, બીજાં નબરે કાશ્મીરના અને ત્રીજા સ્થાને સૌરાષ્ટ્રના સારા વાળ..દેશમાં વાળનો ધંધો ખૂબ ચાલી રહયો છે. મહિલાઓના લાંબા, મજબુત અને જાડાવાળની ખુબ માંગ છે ત્યારે રાજકોટમા આશરે બે લાખના વાળની લૂટ નો બનાવ બન્યો હતો.. રાજકોટમાં બાઈક પર જતા વાળના વેપારીઓના બે થેલા લૂંટી લેવામાં આવ્યા હતા. આ અંગેની પોલીસ ફરિયાદમાં ફરિયાદી પુષ્પેન્દ્ર સીંગના જણાવ્યા મુજબ તે અંને મિત્ર નાગેશ્વર બાઈક પર જતા હતા ત્યારે રીક્ષા માં આવેલ વ્યક્તિઓએ ઝપાઝપી કરી વાળની લૂંટ કરી હતી. જૉકે પોલીસે ગણતરીના સમયમાં બે લાખના વાળની લૂટ અંગે પાંચ વ્યક્તિઓને ઝડપી લઇ લુટાયેલ વાળ રિકવર કર્યાં હતા..દેશમાં ચાલતા વાળના ધંધા અંગે વિગતે જોતાં વાળનો ધંધાનું મુખ્ય મથક કલકત્તા ખાતે છે. જ્યાં દૈનિક કરોડો રૂપિયાના વાળ દેશમાંથી આવે છે..વાળ હેર કટિંગ સલૂન કે પાર્લરમાંથી નહિ પરંતુ લાંબા વાળ ધરાવતી મહિલાઓ જ્યારે કેશ ગુંથન કરે ત્યારે કાંસકીમાં વાળ મળી આવે તે વાળની ઉંચી કિંમત મળે છે. સામાન્ય રીતે વીગ બનાવવા માટે આ વાળનો ઉપયોગ થાય છે. લાંબા, જાડા અને મજબુત વાળની કિંમત વધુ આવે છે. વાળના વેપારીના જણાવ્યાં મુજબ તામિલનાડુ ના વાળ સૌથી સારા ત્યાર બાદ કાશ્મીર અને સૌરાષ્ટ્રના વાળ ગુણવત્તાની દ્વષ્ટિએ સારા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!