Published by : Rana Kajal
- કામદારના મોઢા ઉપર સળિયા વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા જ સિવિલ ખાતે મોત
દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પૈસા બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મારી દેતા તેનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નિપજયુ હતું.
મૂળ યુપીના અને હાલ દહેજની રૂચિ પેટ્રો પ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા લાલબહાદુર કદીર ગૌતમ અને અવધેશ ડોબાર ગૌતમ વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી.જે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમે લોખંડનો સળીયા લઇ અવધેશ ગૌતમ પર તૂટીપાડ્યો હતો અને તેને મોઢાના ભાગે મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે સુપર વાઈઝર હાર્દિકે ઇજાગ્રસ્ત અવધેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.ઘટના અંગેની જાણ દહેજ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.