Published by : Rana Kajal
એક જ પરિવારના 26 સભ્યો સાથે રહે છે અને એક ચૂલે જમે છે… આજની દુનિયામાં સંયુક્ત કુટુંબની ભાવના રહી નથી. ત્યારે ધાનેરાના જાડી ગામમાં એક છત નીચે બે ડઝન કરતાં પણ વધુ એટલેકે 26 લોકો ઍક સાથે રહે છે એટલુ જ નહિ પરંતુ એક ચૂલે સાથે જમે છે… આ અનોખુ સંયુક્ત કુટુંબ એટલે જાડી ગામમાં રહેતા જેસુંગ ભાઈ બોકાનો પરિવાર છે આ પરિવારમાં 6 ભાઈઓ, તેમજ 6 ભાઈઓની પત્નીઓ અને બાળકો મળી કુલ 26 સભ્યો ઍક સાથે રહે છે. જેસુંગ ભાઈ અને તેમની માતા ઘરનો વહિવટ કરે છે તેમજ નાના મોટા તમામ નિર્ણયો લે છે. ઘરની મહિલાઓ ઘરકામ અને રસોઈ કરે છે જ્યારે પુરુષો અર્થ ઉપાર્જન નુ કામ કરે છે…