Published by : Rana Kajal
- તાજેતરમાં જ RSSના પ્રશિક્ષણ વર્ગ તેઓને અતિથિ વિશેષ તરીકે બોલાવાયા હતા.
- RSSના કાર્યક્રમમાં હાજરી આપવી એ યોગ્ય ન હોવાનું કારણ બતાવી સસ્પેન્ડ કરાયા
શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પ્રદેશ કોંગ્રેસે બરતરફ કર્યા છે. અને તેનું કારણ એ છે કે તેઓએ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ RSSની પ્રશિક્ષણ શિબિરમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી અને તેમાં પ્રવચન પણ આપ્યું હતું. પ્રદેશ કક્ષાએથી તેઓને સસ્પેન્ડ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ જે હાજરી આપી તે યોગ્ય નથી.
લોકસભા ચૂંટણી પૂર્વે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે તો બીજી તરફ પક્ષની વિચારધારાથી વિપરીત કામ કરી રહેલ કાર્યકરો સામે દંડાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા. તેઓએ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી અને તેઓએ પ્રવચન પણ આપ્યું હતું. જો કે આ બાબત પ્રદેશ કોંગ્રેસને ખટકી હતી અને તેઓએ સુરેશ પટેલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસે પત્રમાં લખ્યું છે કે RSSની પ્રશિક્ષણ શિબિરમાં તમે હાજર રહ્યા અને પ્રવચન પણ આપ્યું તે યોગ્ય નથી તમે આટલા સિનિયર કાર્યકર્તા થઇ આમ કરો તે ચલાવી ન લેવાય અને તેથી આપણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. પક્ષ દ્વારા આ પત્ર સુરેશ પટેલને મોકલી આપવામાં આવ્યો છે અને તેના કારણે કોંગ્રેસમાં પણ સોપો પડી ગયો છે.