Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : 7માં મહિને જન્મેલા 1.1 કીલોગ્રામના બાળકને 45 દિવસની મહેનત બાદ...

સુરત : 7માં મહિને જન્મેલા 1.1 કીલોગ્રામના બાળકને 45 દિવસની મહેનત બાદ ડોક્ટરોએ નવું જીવન આપ્યું.

Published By : Disha PJB

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સહાયનીય કામગીરી સામે આવી છે. 7માં મહિને જન્મેલા 1.1 કોલોગ્રામના બાળકને 45 દિવસની મહેનત બાદ નવું જીવન આપ્યું છે. પરિવારે ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો.

શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે રહેતા 28 વર્ષીય મોહમ્મદ રફીક જેઓ બાંધકામ સાઈટ ઉપર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની સીરાનબાનું જેઓને ગત 30 માર્ચના રોજ પ્રસુતિની પીડા થતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જોકે તેમને સાતમો મહિનો ચાલતો હતો. પરંતુ સ્થિતિ એવી હતી કે, હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની પ્રસુતિ કરવામાં આવી હતી. તેઓએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ તેમાંથી એક બાળકનું મોત નીપજ્યું હતું તો બીજા બાળકને હોસ્પિટલના ડોક્ટર અને નર્સ સ્ટાફ દ્વારા રાત દિવસ સુધી મહેનત કરી 45 દિવસ બાદ બાળકને નવું જીવન આપ્યું છે.

આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં ફરજ બજાવતા ડો.અપૂર્વ શાહે જણાવ્યું કે, આ અમારી માટે એક ચેલેન્જ હતું. અને બાળકને કાંગારુ મધર કેરથી બચાવવામાં આવ્યું છે. જેમાં પરિવારના સભ્યો દ્વારા બાળકને છાતીએ લગાવવામાં આવે છે. જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ અને મગજ સહિતનો વિકાસ થાય છે. આ બાળકને પણ આ કેરથી બચાવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, સીરાનબાનુંએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. અને તેમને સાત માસનો ગર્ભ હતો. જેમાં પેહલા બાળકનું મોત થઇ ગયું હતું તો બીજા બાળકને બચાવવા માટે અમે અમારી એક આખી ટીમ રાત દિવસ અહીં તેનાત રાખી હતી. તેના કારણે જ આજે 45 દિવસ પછી અમે પરિવારને રજા આપી છે. અને બાળક અને માતા બંને સ્વસ્થ છે. જન્મ સમયે બાળકનું વજન 1 કિલો 100 ગ્રામ હતું. અને આજે 1 કિલો 700 ગ્રામ વજન સાથે પરિવારને રજા આપી છે. આ સારવાર જો પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ હોત તો આ પાછળ ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોત. પરિવારે અમારો આભાર વ્યક્ત કર્યો છે અને એક બાળક ગુમાવવાના દુઃખ વચ્ચે બીજું બાળક બચી જવાની ખુશી દેખાઈ રહી છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security