Published By : Disha PJB
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 30 વર્ષીય અજાણયા ઈસમે ડમ્પર નીચે આવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે યુવકે શા માટે આપઘાત કર્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી. હજી સુધી મૃત્યુ પામેલ યુવકની ઓળખ થઈ શકી નથી જેને લઈને પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી છે.
આ બાબતે ઘટના નજરે જોનાર પ્રદીપ કુમાર વર્મા જણાવ્યું કે, આ ઘટના સાવરે 10 વાગ્યે બની હતી. આ યુવક જેઓ પેહલા તો ઉભા હતા અને ત્યારબાદ જ ડમ્પર આવી રહ્યું હતું ત્યારે જ અચાનક તેના ડમ્પર નીચે કૂદી ગયો હતો અને આ જોઈને હું પણ ગભરાઈ ગયો હતો. તે ગળાથી કમર સુધી આખો કચડાઈ ગયો હતો. આ જોઈ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અને આ ઘટના બનતા જ ડમ્પર ચાલક પણ ઉભો રહી ગયો હતો.જોકે મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આવીને તેમની કાર્યવાહી શરૂ કરી હતી.
આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ટી.પુરાણીએ જણાવ્યું કે, પોલીસ કંટ્રોલને 10:20એ જાણ કરતા અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ ઘટના પાંડેસરાના તિરુપતિ સર્કલથી અલ્થાણ જતા રોડ ઉપર ઘટી હતી. યુવક આશરે 30 વર્ષનો હોય તેવું લાગી રહ્યું હતું. તે અચાનક દોડતો આવીને ડમ્પરના પાછળના વ્હિલની નીચે કુદી ગયો હતો. લોકોએ બૂમાબૂમ કરી ત્યારે આ ઘટનાથી અજાણ ડ્રાઇવરે ડમ્પર ઊભું રાખ્યું હતું. જેમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ તો તેની બોડી કબ્જે લઈને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને યુવક પાસેથી કોઈપણ ઓળખપત્ર મળી આવ્યું નથી.જેથી તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક ઈસમ દોડીને આવે છે અને ડમ્પરના પાછળના વ્હિલની નીચે કુદી આપઘાત કરે છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.