Published by : Rana Kajal
દિલ્હીના પુર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ દિલ્હીની તિહાર જેલમાં છે. તેઓ ઇડી દ્વારા કરાયેલ મની લોન્ડરીંગ કેસની તપાસનો સામનો કરી રહ્યા છે.. હાલમાં સત્યેન્દ્ર જૈનને સફદરગંજ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સત્યેન્દ્ર જૈન જ્યારે જેલમાં ગયા ત્યારે તેમનું વજન 97 કિલો હતું. જ્યારે હાલમા તેમનું વજન ઘટીને 62 કિલો થઈ ગયું છે. આમ તેમનું વજન 35 કિલો ઉતરી ગયું હતું. આ સાથે જૈનના વકીલ અભિષેક સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તેથી તેઓને યોગ્ય સુવિધા અને સગવડ આપવામાં આવે…