Published By : Disha PJB
ઉનાળામાં ગરમી વધતા ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, વધારે પરસેવો જેવી સમસ્યા સર્જાય. આવી સ્થિતિમાં શરીરને ઠંડક આપે તેવા ફૂડ્સનું સેવન કરવું જોઇએ. ઉનાળાની સિઝનમાં ગરમ પવન એટલે કે લૂ શરીરને દઝાડી દે છે. સામાન્ય રીતે લોકો ઉનાળાની ઋતુમાં તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ જે લોકો નોકરી કરે છે તેમણે બહાર નીકળવા સિવાય છુટકો નથી.
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવી જરૂરી છે, નહીંત્તર માથાનો દુખાવો, ઉલટી, થાક, નબળાઈ અને બેહોશ થઇ જવાની સમસ્યા થઈ શકે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવું જરૂરી છે.
અમુક પ્રકારના ખોરાક અને પ્રવાહી વસ્તુઓનું સેવન કરવાથી તમે સરળતાથી ગરમીને હરાવી શકો છો. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા અને બીમારીથી બચાવવા માટેની અસરકારક હેલ્થ ટીપ્સ વિશે ચાલો જાણીએ.
ઉનાળામાં શરીરમાં પાણીની ઉણય કે ડિહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે, આવી સ્થિતિમાં તમારે વધારે પ્રમાણમાં પ્રવાસી ચીજોનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં તમે ચોખ્ખું પાણી, તાજા ફળોનો રસ – ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત, છાશ-દહી, લસ્સી – મિલ્ક શેકનું સેવન કરીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે પાણી, નારિયેળ પાણી, મીઠા અને ખાંડ નાખેલા પ્રવાહનું પણ સેવન કરી શકો છો.