Published By : Parul Patel
ગુજરાત અને તાપી જિલ્લાની સરહદ પર આવેલ ગામ નવાપુર નજીકના એક ગામમાં એક અત્યંત કરુણ બનાવ બન્યો હતો. જેમાં પુત્રે પિતા પાસે બાઈકની માંગણી કરી હતી. પરંતું પિતાએ બાઈક અપાવવાનો ઇન્કાર કરતા પુત્ર અને તેની પત્નીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મ હત્યા કરી હતી. આ બનાવની જાણ પિતાને થતા તેણે પણ ટ્રેન નીચે પડતુ મૂકી આત્મ હત્યા કરી હતી.
ગુજરાત રાજ્ય અને તાપી જિલ્લાની સરહદ પર આવેલ તીન ટેબા ગામમાં રહેતાં સાવંત સૈયદ ગાવિતે તેના પિતા સૈયદ કર્માં ગાવિત પાસે બાઈકની માંગણી કરી હતી પરંતુ પિતાએ બાઈક અપાવવાનો ઇન્કાર કરતા, તેથી લાગી આવતાં પુત્ર સાવંત અને તેની પત્ની રોશનીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ કરુણ ઘટનાની જાણ પિતા સૈયદ ગાવિતને થતા પિતાએ પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મ હત્યા કરી હતી. આ બનાવની તપાસ નવાપુર પોલીસ કરી રહી છે…




