Published by : Rana Kajal
આવતીકાલ તા 28 અને 29 મે ના રોજ રાજ્યમા ભરૂચ જિલ્લા સહીત રાજ્યમા માવઠુ થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરેલ છે… હવામાન ખાતાની આગાહી મુજબ દેશમા ચોમાસાની શરૂઆત તા 4 જૂનની આસપાસ કેરળ થી થશે.ઍવી પણ આગાહી કરવામાં આવી છે કે દેશમાં 96 અને ગુજરાતમા 92 ટકા જેટલો વરસાદ વરસશે.
આવતી કાલ તા 28 અને 29 મે ના રોજ રાજ્યના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા આણંદ અને ભરૂચ જિલ્લામા માવઠુ થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે