Published By:- Bhavika Sasiya
- રાજયના ભરૂચ સહિતના જિલ્લાઓમાં ફેલાઇ ચિંતા.
- દેશનાં વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીશું એમ જણાવ્યુ.
ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા મુકાયેલ પ્રતિબંધના પગલે ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં ચિંતા ફેલાઇ ગઇ છે . તેવામાં નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલ દેશનાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે આ બાબતે ઓસ્ટ્રેલિયા સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.
હાલના દિવસોમાં વિઝાનો કરાતો દુરુપયોગના પગલે ભારતનાં 5 રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાની સરકારે પ્રતિબંધ મૂકેલ છે . જેના પગલે ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં પણ ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે નોંધવું રહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મૂળ ભરૂચ જિલ્લાનાં રહીશો પણ વસવાટ કરી રહ્યા છે. સાથેજ ઘણા ભરૂચ જિલ્લાનાં વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છા ધરાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ચિંતા ફેલાઇ ગઇ છે..
આવી પરિસ્થિતિમાં હાલમા દેશનાં વિદેશ મંત્રી એસ . જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવતા તેમણે આ સમસ્યા અંગે જણાવ્યુ હતુ કે આ અંગે ઓસ્ટ્રેલિયા સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.