Published By : Parul Patel
હાલની પરિસ્થિતિમાં ધર્માંતરણ કરનાર આદિવાસીઓ પણ સમાજને મળતા લાભો લેતા હોય જે આદિવાસીઓ ખરેખર સરકારી લાભો લેવા પાત્ર છે તે આદિવાસીઓ સરકારી લાભ મેળવવામાંથી વંચિત રહી જાય છે…આવી પરિસ્થિતિમાં હાલમાં સમગ્ર રાજ્યનાં આદિવાસી સમાજની વિરાટ રેલી અને કાર્યક્ર્મ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જે રેલી અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં ન્યાય મૂર્તિ પ્રકાશ ઉકેજીએ જણાવ્યુ હતુ કે અનુસૂચિત જાતિને કલમ 341 દ્વારા અનામત આપવાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. જોકે આ જોગવાઈનો લાભ જે આદિવાસીઓએ ધર્માંતરણ કર્યુ છે તેમને મળવો જોઇએ નહી તેવી અપીલ પ્રકાશ ઉકેજી એ કરી હતી.
આ રેલી અને અન્ય કાર્યક્રમમાં સમગ્ર રાજયના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા.