Published By:- Bhavika Sasiya
- સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસનને સુશાસન તરીકે ગણાવી તે અંગે ઉજવણી કરવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે આ સુશાસન અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યાં છે…
હાલમાં જ અમદાવાદ ખાતે મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યશોમતી ઠાકુર જણાવ્યુ હતું. દેશમાં બેરોજગારીની સમસ્યા વધી રહી છે. મોઘવારી અને મંદી પણ તીવ્ર બની છે.ત્યારે કયા સુશાસનની વાતો કરવામાં આવી રહીં છે. તે સમજ પડતી નથી. મોદીના શાસનમાં ગરીબ વધુ ગરીબ બન્યા છે જ્યારે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે. આવા સમયે મોદીના શાસનને સુશાસન કહેવું એ નર્યું જુઠ્ઠાણું છે.