Published By : Parul Patel
ભરૂચમાં વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને સાંભળવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું.
ભોલાવ જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત 101 માં કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રભારી અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યકમનું આયોજન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દ્વારા કરાયું હતું. જેમાં મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચ, સભ્યો, અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રભારીએ વીર સાવરકર જ્યંતીની શુભકામના પાઠવી. વડાપ્રધાને જે લોકશાહીનું સુંદર મંદિર ખુલ્લું મૂક્યું તે દેશ માટે ગર્વની વાત ગણાવી હતી. નવા ભારતનું લોકશાહીનું મંદિર બનાવવા બદલ જિલ્લા ભાજપ તરફથી આભાર વ્યક્ત કરાયો હતો.
આજે 101 માં મન કી બાતનો એપિસોડ શહેર ભાજપના ચાર પૂર્વ પ્રમુખે એક સાથે વોર્ડ નંબર 8ના 78 નંબરના બુથ પર નિહાળ્યો હતો. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ દિવ્યેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિજયભાઈ કોન્ટ્રાક્ટર, મહેન્દ્ર કંસારા, ધનજી ગોહિલ , લાઈટ કમિટિ ચેરમેન પ્રવિણભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ મિતેશભાઈ રાણા, ખજાનચી મનીષભાઈ પરમાર, સત્યમસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
મન કી બાતના 101 માં એપિસોડમાં પ્રધાનમંત્રીએ યુવા સંગમનું મહત્વ, પોતાની જાપાન મુલાકાત અને દેશમાં નિર્માણ થઈ રહેલા કેટલાક નવા પ્રકારના સ્મારકો અને મ્યુઝિયમ ઉપર વાત કરી હતી.