Published By : Disha PJB
સીધા ઊભા રહેવા અને સામેની દિશામાં ચાલવા માટે આપણી આંખોનો શરીરના અન્ય ભાગો સાથે તાલમેલ હોવો જરૂરી છે.
પરંતુ જ્યારે આપણે ઊલટા ચાલીએ છીએ તો આપણું મસ્તિષ્ક આ તમામ સિસ્ટમ વચ્ચે કો-ઑર્ડિનેશનની વધારાની માગના પ્રોસેસિંગ માટે વધુ સમય લે છે. પરંતુ ઊંચા સ્તરના આ પડકારનો સામનો કરવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે.
ઊલટા ચાલવાના લાભો પર જે અધ્યયનો થયાં છે, તેનાથી એ વાત લગભગ પ્રસ્થાપિત થઈ ગઈ છે કે આનાથી આપણું શરીર વધુ સ્થિર રહે છે, આવું કરવાથી સંતુલન જાળવવામાં વધુ મદદ મળે છે.
આ તકનીક ન્યૂરોલૉજિકલ બીમારીઓના શિકાર અને સ્ટ્રોકની બીમારીમાંથી બેઠા થયેલા લોકોની ચાલવાની ગતિ અને સંતુલન વિશે માહિતી મેળવવા અને તેને બહેતર બનાવવામાં કામ લાગે છે.
ગિયર બદલવાથી કે ઉપર ચઢવા-ઊતરવાના કારણે આપણાં સાંધા અને માસપેશીઓની ગતિની રેન્જમાં બદલાવ આવી શકે છે. આનાથી પ્લાન્ટર ફેસિટિસમાં થતા દુખાવાથી રાહત મળી શકે છે. તે એડીમાં થતા દુખાવાની એક સામાન્ય સ્થિતિ છે.
ઊલટા ચાલતી વખતે આપણે પડી ન જઈએ એ માટે અવરોધો અને ખતરાથી સાવધાન રહો. જો તમે આવું કરવાથી ડરો છો તો આ ક્રિયા ઘરની અંદર કરો. અહીં તમને ખબર હશે કે પાછળ શું છે. તમે આ ક્રિયા ખુલ્લી જગ્યામાં કે સમતળ જમીન પર પણ કરી શકો છો.