Published by : Rana Kajal
- વહેલી સવારથી બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી…
ઉનાળુ વેકેશન બાદ આજથી ભરૂચ જિલ્લા સહીત રાજ્યમા શિક્ષણની શરુઆત થતા. શાળાઓમાં બાળકોનો કલરવ વહેલી સવારથી ગુંજી ઉઠ્યો હતો….આજે તા 5 જૂન વિશ્વ પર્યાવરણના દિવસથી ભરૂચ જિલ્લા સહીત રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણની શરૂઆત થઈ હતી. વહેલી સવારથીજ શાળાઓમાં બાળકોને લઈ જતી અને લાવતી રિક્ષાઓનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો હતો. જૉકે ભરૂચ જિલ્લામાં શિક્ષણ હવે મોંઘુ થવા માંડ્યું છે. જેના કારણે વાલીઓ આર્થીક ભીંસ નો સામનો કરી રહ્યા છે. ઍક ગણતરી મુજબ પુસ્તકો, નોટબુકો તેમજ સ્ટેશનરીના ભાવોમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 20 થી 25 ટકા નો ભાવ વધારો થતાં વાલીઓની આર્થિક ભીંસમાં વધુ વધારો થયો છે. ભરૂચ નગર અને જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ તરફથી નોટબુકો અને પાઠ્યપુસ્તકો ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામા આવી રહીં છે.




