- વડોદરા જિલ્લા એલસીબીએ શરાબ ભરેલું કન્ટેનર ઝડપ્યું
- રાજસ્થાનથી સુરત તરફ જતું કન્ટેનર કરજણ પાસે ઝડપાયું
બુટલેગરો ગુજરાતમાં શરાબનો જથ્થો પહોચાડવા અવનવા પેંતરા રચતાં હોય છે. ત્યારે વડોદરા જિલ્લા એલસીબીએ કરજણ પાસેથી શરબનો જથ્થો ભરેલ એક ટેન્કર ઝડપી પાડ્યું હતું જેમાં ડાઇપર બોક્સની આડમાં શરાબનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/vdd-daru-2.jpeg)
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ બાતમીના આધારે કરજણ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર આવતા તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આ કન્ટેનરમાં ડાઇપરના બોક્સ હોવાનું જણાયું હતું જે જોઈ પોલીસ પણ એક તબક્કે બાતમી ખોટી હોવાનું માની બેઠી હતી પરંતુ આ બોક્સની અંદર તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે રૂ. 10.71 લાખની કિંમતની 175 નંગ પેટી ઝડપી પાડી હતી. શરાબનાં જથ્થા સાથે ભીલવાડાનાં ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ 38.84 લાખનો મુદ્દામલ જપ્ત કરી શરાબ મંગાવનાર બુટલેગરની તપાસ શરૂ કરી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)