Published by : Rana Kajal
- ડુપ્લીકેટ દસ્તાવેજોને આધારે પહેલીવાર અપાયો ચુકાદો…
ન્યાયતંત્રના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ડુપ્લીકેટ દસ્તાવેજોને આધારે ચુકાદો અપાયો હતો જેમા ઉત્તર પ્રદેશના કુખ્યાત મુખ્તાર અન્સારીને અવધેશ રાય હત્યા કેસમા આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી સાથે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો..ઉત્તર પ્રદેશના માફિયા મુખ્તાર અન્સારીને MP -LLA કોર્ટના ખાસ ન્યાયાધીશ અવનીશ ગૌતમ દ્વારા આ ચુકાદો આપવામા આવ્યો હતો..લગભગ 32 વર્ષ પહેલા તા 3/8/1991ના રોજ વારાણસીમાં કોંગ્રેસ ના નેતા અવધેશ રાય ની ફાયરિંગ કરી હત્યા કરી હતી.. અત્રે ખાસ ઉલ્લેખ કરવો રહયો કે ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે ચુકાદો અપાયો હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો છે. કેસની સુનાવણી દરમિયાન જૂન 2022 માં જણાયું કે આ કેસની મહત્વની ડાયરી ગુમ થઈ ગઇ છે. ડાયરીની ખુબ શોધખોળ કર્યા છતાં ડાયરી ન મળી આવતાં છેવટે ડુપ્લીકેટ દસ્તાવેજોને આધારે ચુકાદો આપવામા આવ્યો હતો.




