Published By:-Bhavika Sasiya
- ભરૂચ જિલ્લા સહીત રાજ્યના દરિયા કિનારે વાવાઝોડાની થશે અસર…
રાજયના હવામાન ખાતા દ્વારા સત્તાવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજયના હવામાન ખાતાના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાઈ રહ્યું છે તેથી રાજયના બનાસકાંઠા, સાબર કાઠા અને અરવલ્લી જિલ્લામાં આગમી દિવસોમા ભારે વરસાદ વરસી શકે છે.
તા. 13 અને 14 ના દિવસો દરમિયાન વાવાઝોડું “બીપોર જોય” ફૂકાશે જેથી ભરૂચ જિલ્લાનાં દરિયા કિનારા થી માંડીને સમગ્ર રાજ્યનો દરિયો તોફાની બને તેવી સંભાવના છે. જેના પગલે સાવધાની અને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યાં છે.હવામાન ખાતા દ્વારા ઍવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમા તા, 20 થી 25 જુન દરમિયાન ચોમાસુ બેસી જશે




