Published By : Disha PJB
જો શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો હાડકાઓ નબળા અને નાજુક થઈ જાય છે. આથી હાડકાઓ તૂટવાના ખતરો વધારે રહે છે. આજે અમે તમને એવા પ્રાકૃતિક ઘરેલૂ ઉપાય બતાવી રહ્યા છે જે શરીરમાં કેલ્શિયમના સ્તરને વધારવા માટે ઉત્તમ હોય છે.
આમળા – આમળામાં એંટીઓક્સીડેંટના ગુણ હોય છે. આમળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.
તલ- કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે તલ એક સારો ઉપચાર છે. એક ટી -સ્પૂનમાં આશરે 88 મિગ્રા કેલ્શિયમ હોય છે. અને એ વાટીને પાવડરના રૂપમાં પણ ખાઈ શકાય છે.
દૂધ- દૂધ કેલ્શિયમનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. એક કપ દૂધ લો અને એમાં એક ચમચી તલનો પાવડર મિક્સ કરો અને પી જાવ.
જીરું- એક ગ્લાસ પાણી ઉકાળો અને એમાં એક ટીસ્પૂન જીરુ મિક્સ કરો. એ ઠંડું થયા પછી આ પાણીને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો.
અશ્વગંધા- એક પ્રાચીન જડી બૂટી છે. આ એમના એંટીઓક્સીડેંટ ગુણો માટે ઓળખાય છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં સહાયક છે.
દહી- દહીં માં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે દરરોજ એક કપ દહીંનું સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમની પૂર્તિ થઈ જાય છે. એક કપ દહીંમાં 250-300 ગ્રામ કેલ્શિયમ હોય છે.