Published by : Rana Kajal
શાહી પરિવારના પ્રિન્સ હેરીએ યુકેની કોર્ટમા હાજરી આપી ફોન ટેપ મામલે જુબાની આપી હતી.130 વર્ષ બાદ શાહી પરિવારનો કોઇ વ્યક્તિ કોર્ટમા હાજર થયો હતો. જૉકે પ્રિન્સ હેરી સોમવારે યુકેની કોર્ટમા પહોચી શક્યા ન હતા અને મંગળવારે લંડનની કોર્ટમા જુબાની આપવા પહોંચ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે પ્રિન્સ હેરીએ યુકેની કોર્ટમા બ્રિટિશ ટેબ્લોઇડ ડેઇલી મીરરના પ્રકાશક સામેના કેસની સુનાવણીમાં જુબાની આપી હતી. જેના પર તેમણે ફોન હેકિંગ તેમજ અન્ય ગેરકાનૂની કાયૅવાહી નો આક્ષેપ લગાવ્યો હતો. આ કેસ અંગે માત્ર યુકે માજ નહી પરંતું સમગ્ર વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે. તેનુ મુખ્ય કારણ એ કે છે કે ફોન હેકિંગ અને અન્ય ગેરકાનૂની કાર્યવાહી અંગેનાં આ કેસમાં શાહી પરિવાર પણ સંકળાયેલ છે