Published by : Rana Kajal
દેશ અને ગુજરાતમાં હાલ મોંઘવારીનો યુગ ચાલી રહ્યો છે જેમાં મધ્યમ વર્ગ પીસાઈ રહયો છે. અધુરામાં પુરું અદાણીએ CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે.. અત્રે નોંધવું રહ્યું કે CNGના ભાવમાં ભારત સરકારના ભાવ ઘટાડાના 2 મહિના બાદ અદાણીએ આ ભાવ વધારો કર્યો છે ગત એપ્રિલ 23ના માસમા કેબિનેટ દ્વારા ગેસના ભાવ વધારા અને ઘટાડા અંગે ખાસ ફોર્મ્યુલા રજૂ કરી હતી. આ ફોર્મ્યુલા અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાનીમાં તૈયાર કરવામાં આવી હતી. જે લાગુ કરતા CNG અને PNG ગેસના ભાવમાં રૂ.6 થી 7 જેટલો ઘટાડો થયો હતો. ત્યારબાદ હવે અદાણીએ CNG ગેસના ભાવમાં 80 પૈસા વધારો કર્યો છે