Published by : Rana Kajal
- એક-એક શબ પર એક કરતા વધુ નો દાવો… DNA સેમ્પલીંગ શરૂ કરાયુ…
ઓડિશા ટ્રેન અકસ્માત અંગે હજી પણ ઍક પછી ઍક કરુણ બાબતો સપાટી પર આવી રહી છે જેમકે કુલ 278 કરતા વધુ મુસાફરોના મોત નીપજ્યા હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે જે પૈકીના લગભગ 101 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. ઍક ઍક મૃતદેહ અંગે ઍક કરતા વધુ પરિવારજનો દાવો કરી રહ્યા છે . જેના કારણે DNA સેમ્પલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે મૃતદેહોની ઓળખ થઈ નથી તેવા મૃતદેહોને પાંચ કન્ટેનર માં રાખવામાં આવ્યા છે.આ કન્ટેનર એવા છે જેમાં મૃતદેહોને છ મહીના કરતા વધુ સમય સુધી રાખી શકાય છે.. ઓડિશા ટ્રેન અકસ્માતના બનાવમાં વધુ કરુણ વિગત એ બહાર આવી છે કે આશરે 40 કરતા વધુ મુસાફરોના મોત વીજ કરંટના કારણે થયા હતા. જેમા ટ્રેન અકસ્માત થયા બાદ ઓવરહેડ વીજ વાયર તૂટી જતાં મુસાફરોને વીજ કરંટ લાગ્યો હતો જેના પગલે મુસાફરોના મોત નીપજ્યા હતા.