Published By : Patel Shital
- મોદી સરકારની 9 વર્ષની ઉપલબ્ધીઓ વર્ણવી…
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારને સફળતા પૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ચાલી રહેલી ઉજવણી સંદર્ભે વડોદરાની મુલાકાતે રાજય સભાના સાંસદ અને રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી ઇન્દુબાલા ગોસ્વામી આવ્યા હતા. તેમણે પત્રકાર પરિષદ યોજીને BJP ની 9 વર્ષની ઉપલબ્ધીઓ વર્ણવી હતી.
ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજય સભાના સાંસદ અને રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ઇન્દુબાલા ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ સહિત સંગઠન પદાધિકારીઓ જોડાયા હતા. તેમણે પત્રકારોને કેન્દ્રની BJP સરકારની ઉપલબ્ધીઓ જણાવી હતી. જેમાં ડિજિટલ ઇન્ડિયા સહિત મહિલાઓ માટે શરૂ કરેલ યોજનાઓ વિશે માહિતી આપી હતી. બેટી બચાઓ, બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ સહિતની યોજનાઓને કારણે મહિલા સશક્ત બની છે અને ભણી ને દરેક ક્ષેત્રમાં આગળ વધી છે.