Published By : Disha PJB
જ્યારે આપણે કોઈ મહત્વપૂર્ણ કામ ભૂલી જઇયે અથવા ઘરની ચાવી કે અન્ય નાની મોટી વસ્તુઓ ક્યાંક ભૂલી આવીએ ત્યારે પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવે છે. જો એવું છે તો તમારે જે કામ યાદ રાખવું છે તેનો અભિનય કરો અથવા એવું કરો કે તમે ખરેખર એ કામ કરી રહ્યા છો તો તમને એ કામ જલ્દી યાદ રહી જશે.
ઈંગ્લેન્ડના ચિચેસ્ટર વિશ્વ વિધ્યાલયમાં મનોવૈજ્ઞાનિક અને મુખ્ય સંશોધકર્તા ઇંટોનિયો પેરીઇરા મુજબ, “ મોટાભાગે કામની વાતો ભૂલવાની આદત અલ્જાઇમરના શરૂઆતના લક્ષણ હોય શકે છે.” તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “શોધના અંતે જાણ થઇ કે યોજનાઑ ને આ રીતે યાદ રાખવાના ઉપયોથી ઘણો ફાયદો થાય છે.”
કામના દબાવ, ચિંતા કે તણાવ ને કારણે ઘણી વાર નાની-નાની વાતો ભૂલાય જતી હોય છે. તમારા ડાઈટમાં આ ચીજના ઉપયોગથી તમને ફાયદો થશે. જેનાથી દિમાગ તેજ થશે. આ વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ ભૂલવાની સમસ્યાથી પણ છુટકારો આપશે તેમજ આરોગ્ય માટે પણ ફાયદારૂપ બની રહેશે.
ટામેટામાં એંટીઓક્સિડંટ વધારે માત્રમાં હોય છે. દરરોજ સલાડ તરીકે ખાવાથી યાદશક્તિમાં ફાયદો થાય છે.
કિશમિશમા રહેલું વિટામિન સી દિમાગને તાજગીપૂર્ણ રાખે છે. દરરોજ સવારે ૧૫-૨૦ કિશમિશ પલાળીને ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને હદય મજબૂત થાય છે.
ઓલિવ ઓઈલનો ઉપયોગ ખોરાકમાં કરી શકાય, ઉપરાંત રોટલી પર દેશી ઘીના બદલે ઓલિવ ઓઇલ પણ લગાવી શકાય. આ તેલ મગજને શક્તિ આપે છે.