Published by : Rana Kajal
દેશમાંં સતત ચોથા મહિને રિટેલ ફુગાવામાં ઘટાડામાં ઘટાડો નોંધાતા આર્થિક ક્ષેત્રમાં આગેકૂચ થતી હોવાનું જણાઈ રહ્યું છે..તાજેતરમાં મે 23 માં ઇંધણ અને ખાદ્ય સામગ્રીઓના ભાવમાં ઘટાડો થતાં રિટેલ ફુગાવો ઘટીને 4.25 ટકા રહયો છે.આ ફુગાવો 25 મહિનાની નિમ્ન સપાટી પર છે. અત્રે નોંધવું રહ્યું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ આધારીત ફુગાવો એપ્રીલ 2023 માં 4.7 ટકા હતો જ્યારે ઍક વર્ષ પહેલાં એટલેકે વર્ષ મે 2022 માં 7.04 ટકા હતો.અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સતત ચોથા મહિને રિટેલ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. તે જોતાં એમ પણ કહેવાય રહ્યું છે કે મોઘવારી પર પણ અંકુશ આવી રહયો છે ફુગાવાની વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ રિટેલ ફુગાવા માટે આર બી આઇ નો કમફર્ટ ઝોન 6 ટકાથી રિટેલ ફુગાવો નીચેની સપાટીએ રહયો છે