Published By : Disha PJB
સુરત શહેરમાં લીંબાયત પોલીસ મથકમાં જ અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પીએસઆઈએ ચાર સંતાનોની માતા સાથે ચાર મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ પીએસઆઈ એ મહિલાને કેસ કરવાની અને કોઈને જાણ કરી તો જોઈ લેવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બદનામીની બીકે પીડિતાએ તે સમયે કોઈને જાણ કરી નહોતી. જોકે, બાદમાં પતિ અને બાળકોને જાણ કર્યા બાદ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે લીંબાયત પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જે.અંજારીયાએ જણાવ્યું કે, ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવી હતી, ગત 8 ફેબ્રુઆરીના રોજ ફરિયાદી મહિલા સાથે આજ પોલીસ મથકમાં ફરજ નિભાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.વાઘેલા જેઓ હાલ નિવૃત થઇ ચુક્યા છે. તેઓએ મહિલાને તેઓના ઘરમાં એકલતાનો લાભ લઈ તેમની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. અને ત્યારબાદ મહિલાને કેસ કરવાની અને કોઈને જાણ કરી તો જોઈ લેવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બદનામીની બીકે પીડિતાએ તે સમયે કોઈને જાણ કરી નહોતી.
વધુમાં જણાવ્યું કે, લીંબાયત પોલીસ મથકમાં નવ વર્ષ પેહલા ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.વાઘેલા સાથે ઓળખાણ થઈ હતી. પીડિતા ટિફિન સર્વિસનું કામ કરતી હોય અને વાઘેલા એકલા રહેતા હોય તે મનીષા પાસે ક્યારેક ટિફિન મંગાવતા હતા તો ક્યારેક ઘરે જમવા પણ આવતા હતા. આમ તેમનો મનીષા સાથે ઘર જેવો સંબંધ હતો. વર્ષો સુધી આવા સંબંધ રહ્યા બાદ પીએસઆઈ નિવૃત્ત થયા હોવા છતાં મનીષાના ઘરે આવતા હતા. જેમાં 8 ફેબ્રુઆરીના રોજ આ રીતની ઘટના બની હતી. હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.