Published By : Disha PJB
મેગી તો તમે ઘણી વાર ખાધી હશે, પણ શું તમે મેગીના ભજિયા ટ્રાય કર્યા છે? ઘણી જગ્યાએ મેગીના ભજિયા મળતા હોય છે. પણ અહીં અમે તમને મેગીના ભજિયાની રેસિપી જણાવી રહ્યા છીએ. આ રીતે તમે ઘરે જ મેગીના ભજિયા બનાવી શકશો.
સામગ્રી :
એક પેકેટ મેગી
એક પેકેટ મેગી મસાલા
એક મોટી ડુંગળી(ઝીણી સમારેલી)
અડધી ચમચી કોર્ન ફ્લોર
અડધી ચમચી બેસન
મીઠું
તેલ(તળવા માટે)
બનાવવાની રીત :
સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી નાખીને ગરમ થવા મુકો.
પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં મેગી નૂડલ્સ અને મસાલો નાખો.
મેગી જ્યારે બની જાય તો તેને કાઢીને બાજુમાં મુકી દો.
હવે એક બાઉલમાં બેસન, કોર્ન ફ્લોર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
આ મિશ્રણમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
તમે ઈચ્છો તો તેમાં કોબીજ, કોથમીર અને ઝીણાં સમારેલા મરચાં પણ નાખી શકો છો.
આ મિશ્રણમાં બનીને તૈયાર મેગી ઉમેરો અને થોડું પાણી નાખીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પછી ચમચીથી આ મિશ્રણને કઢાઈમાં નાખો.
ભજિયા બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો અને પછી તેને ઉતારી લો.
તમે ઈચ્છો તો બેસનની સાથે મિશ્રણમાં બેકિંગ પાવડર પણ થોડો નાખી શકો છો.
ભજિયા ટોમેટો કેચ-અપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.