Published by: Rana kajal
બીપોરજોય વાવાઝોડું વિનાશક સફર કરી રહ્યું છે ગુજરાત બાદ હવે તે રાજસ્થાન તરફ જઇ રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં પણ વાવાઝોડા ના પગલે ભયંકર વિનાશ થાય તેવી સંભાવના છે… ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો. આજે 16 જુને પવનની ગતિ ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જેમાં પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.
આજે 16મી જૂનના 2:30 કલાકે હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, વાવાઝોડું છેલ્લા છ કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે ઉત્તરપૂર્વ તરફ જખૌ બંદરથી 40 કિમી દૂર અને નલિયાથી 30 કિમી આગળ ગયુ છે. લેન્ડફોલ બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી. લેટેસ્ટ અપડેટ કહે છે કે, બિપરજોય વાવાઝોડું હવે નબળું પડ્યું છે. જેથી આજે પવનની ગતિ 75થી 85 કિમીની આસપાસ રહેશે. સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે. સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઍવી આગાહી પણ કરવામા આવી છે
બિપરજોય વાવાઝોડાએ રાજ્યમાં ઠેર ઠેર નુકસાનનું તાંડવ મચાવ્યું છે. અમરેલી, દ્વારકા, બનાસકાંઠા, અને કચ્છમાં પતરા અને નળિયા તૂટી ગયા હતા.કચ્છમાં ભારે વરસાદ રહ્યો. જેમાં અત્યાર સુધીમાં 191 વીજપોલ પડી ગયાની ઘટના સામે આવી છે. તો 304 વૃક્ષ કચ્છ જિલ્લામાં પડ્યા હોવાના અહેવાલ છે. હજુ પણ મોડી રાત્રે નોંધાયેલ ભારે પવન સાથેના વરસાદ બાદ નુકશાની વધે તેવી શક્યતા છે. ગાંધીધામ, ભુજ, મુન્દ્રામાં સૌથી વધુ વરસાદની અસર થઈ છે. નખત્રાણા, લખપત અને અબડાસાના કાંઠા વિસ્તારોમા મોડી રાતથી ભારે પવન ફૂંકાયો હતો. અને ખુબ નુકશાન થયુ હતું જેથી નુકશાનીનો આંકડો વધે તેવી સંભાવના છે.




