Published by: Rana kajal
CBI અને ED જેવી એજન્સી અને અન્ય એજન્સીઓ તપાસ કરતી હોવા છતા હજી ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા તેમ છતાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી તે પણ એક આશ્ચર્ય જનક બાબત કહી શકાય..
ત્રણ વર્ષ પહેલાં રવિવારની બપોરે. તારીખ 14 જૂન 2020ના રોજ…. સમાચાર આવ્યા કે મુંબઈના બાંદ્રા-વેસ્ટમાં એક અભિનેતાની લાશ મળી આવી છે. એ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની લાશ હતી. સૌપ્રથમ મુંબઈ પોલીસે તેને આત્મહત્યા ગણાવી, અભિનેતાના પરિવારના સભ્યો એને હત્યા કહી. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે મતભેદો પણ સર્જાયા હતા, NCB, ED અને CBI સહિત કુલ પાંચ એજન્સીએ પણ આ કેસની તપાસ કરી હતી. હાલ CBI-EDની તપાસ ચાલી રહી છે, NCBનો કેસ કોર્ટમાં છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત 35 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં હાલમાં આ કેસમાં કોઈ દોષિત નથી કે કોઈ જેલમાં નથી. ડ્રગ્સના કેસમાં જેલ ગયેલા તમામ લોકો જામીન પર બહાર છે. સુશાંત કેસમાં 5 એજન્સીની તપાસ ક્યાં સુધી પહોંચી છે તે જોતા….મુંબઈ પોલીસની એન્ટ્રી
મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અભિષેક ત્રિમુખેએ બનાવને આત્મહત્યા તરીકે જાહેર કરી હતી. સુશાંતના મૃત્યુ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી અને અહીંથી વાત ટ્વિસ્ટ થઈ. તસવીરોમાં સુશાંત બેડ પર સૂતો હતો. તેના ચહેરા અને ગરદન પર ઇજાનાં નિશાન દેખાતાં હતા.તેથી સુશાંતની હત્યાની થિયરી સામે આવી હતી. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. મામલો એટલો વધી ગયો કે રાત્રે 11 વાગ્યે મુંબઈ પોલીસના સાયબર સેલને સુશાંતના મૃત્યુ બાદ તસવીરો શેર કરવા પર પ્રતિબંધ મૂકવાની એડવાઈઝરી જારી કરવી પડી હતી
તો 14 જૂને જ કૂપર હોસ્પિટલના 5 ડોક્ટરની પેનલ બનાવવામાં આવી હતી, રાત્રે 11:30 વાગ્યે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક એટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ સવારે 11:30 વાગ્યાની આસપાસ થયું હતું, એ આત્મહત્યા છે અને એમાં કોઈ ફાઉલ પ્લે નથી. સુશાંતના અંતિમસંસ્કાર 15 જૂને કરવામાં આવ્યા હતા.16 જૂને બિહારના બીજેપી સાંસદ નિશીકાંત દુબેને સુશાંતના મૃત્યુ પાછળ ઊંડું કાવતરું હોવાની શંકા હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ લાગવા લાગ્યા. રિયાની જેમ તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, તેના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા, નોકર દિપેશ સાવંત, સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી, રસોઈયા નીરજ સિંહ અને કેશવ બચનર પણ શંકાના દાયરામાં આવ્યા હતા.
આવી પરિસ્થિતિમાં મુંબઈ પોલીસે રિયાને પહેલીવાર 18 જૂને પૂછપરછ માટે બોલાવી હતી. રિયા પહેલાં સુશાંતના ઘરમાં કામ કરતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે મુંબઈ પોલીસ હજી પણ આ કેસને આત્મહત્યા તરીકે ગણીને તપાસ કરી રહી હતી. બીજી તરફ ફિલ્મ-નિર્માતાઓ કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર પર પણ હુમલો થયો હતો. આ લોકોને નેપોટિઝમને પ્રોત્સાહન આપવા અને સુશાંતને કામ ન કરવા દેવા જેવા ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો.તે સાથે સુશાંતના પિતાની FIR બાદ બિહાર પોલીસ સક્રિય થઈ હતી
દરમિયાન 28 જુલાઈ 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ FIR નોંધાવી.
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના પિતા ઈન્દ્રજિત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શૌવિક ચક્રવર્તી અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી તથા શ્રુતિ મોદી વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. પોલીસે રિયા સામે બિનજામીનપાત્ર કલમો પણ લગાવી હતી. એમાં આઈપીસીની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), કલમ 341, 342, 280, 420, 406 અને 420નો પણ સમાવેશ થાય છે. આગળ વધતા તા 29 જુલાઈ 2020ના રોજ રિયા ચક્રવર્તીએ પટનામાં તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુશાંતના પરિવારે તેના વિરુદ્ધ કોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની વિનંતી પણ કરી હતી.કોવિડ પ્રતિબંધો વચ્ચે પટનાથી મુંબઈ પહોંચેલી બિહાર પોલીસની ટીમને થોડા દિવસો માટે મુંબઈમાં જ ક્વોરન્ટીનન કરવામાં આવી હતી. ઉદ્ધવ સરકાર અને બિહાર સરકારના મંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બિહાર પોલીસ સુશાંતના ઘરે કામ કરતા કેટલાક લોકોનાં નિવેદન નોંધવામાં સફળ રહી હતી.
જૉકે કેસ CBI અને EDને ટ્રાન્સફર થયા બાદ બિહાર પોલીસે હવે તેની તપાસ બંધ કરી દીધી છે.
રિયા પર સુશાંતના 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ, EDની એન્ટ્રી 30 જુલાઈ 2020ના રોજ EDએ સુશાંતના પિતા કેકે સિંહની ફરિયાદ પર રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. મની લોન્ડરિંગનો આ કેસ સુશાંતના પિતા દ્વારા પટનામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયામાંથી 15 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રિયાએ મે 2019માં સુશાંત સાથે પોતાના કરિયરને વેગ આપવાના હેતુથી મિત્રતા કરી હતી. EDએ સુશાંતના બેંક ખાતા અને નાણાંની કથિત ગેરરીતિના આરોપોની તપાસ કરી હતી. સુશાંતનાં નાણાંનો ઉપયોગ કાળાં નાણાને સફેદ કરવા અને ગેરકાયદે સંપત્તિ બનાવવા માટે થયો હતો કે કેમ એની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં રિયા, તેના ભાઈ શૌવિક અને તેના પિતા ઈન્દ્રજિત ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી હતી.
જ્યારે 3 વર્ષ વીતી ગયાં, EDએ પણ આ કેસમાં કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી. રિયા અને તેના પરિવાર સામે મની લોન્ડરિંગના આરોપો સાથે કોઈ કડી મળી નથી. આ કેસમાં આજદિન સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુશાંતના ખાતામાં 15 કરોડ રૂપિયા નથી. જે ફિલ્મની ડીલ માટે તેને આ પૈસા મળવાના હતા એ ડીલ થઈ શકી નથી. પરિવારને આ વાતની જાણ નહોતી. હવે તો મુંબઈ પોલીસ પર ઊઠ્યા સવાલ, સુપ્રીમ કોર્ટે CBIને કેસ સોંપ્યો લગભગ 2 મહિના પછી 5 ઓગસ્ટ 2020ના રોજ કેન્દ્ર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં CBI તપાસની ભલામણ કરી અને 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે CBI તપાસને આદેશ આપ્યો. આ પછી મુંબઈ પોલીસે આ કેસ સીબીઆઈને સોંપી દીધો. ત્યારથી સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
ડિસેમ્બર 2020માં સીબીઆઈએ સુશાંત કેસની તપાસ અંગે માહિતી આપતો પત્ર જારી કર્યો હતો. એમાં લખવામાં આવ્યું હતું કે ‘સીબીઆઈ ખૂબ જ પ્રોફેશનલ રીતે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસ કરી રહી છે. અલીગઢ, ફરીદાબાદ, હૈદરાબાદ, મુંબઈ, માનેસર અને પટનામાં જઈને કેસના દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે સીબીઆઈએ ત્રણ વર્ષમાં બેવાર સુશાંતના ફ્લેટમાં મૃત્યુનું દૃશ્ય રિક્રિએટ કર્યું. રિયા સહિત અનેક ડઝન લોકોની પૂછપરછ કરી હતી. એમાં મુંબઈની કૂપર હોસ્પિટલના ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે, જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
સીબીઆઈએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ આત્મહત્યા છે કે હત્યા. સીબીઆઈ પાસે હાલમાં રિયા ચક્રવર્તી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી. સીબીઆઈએ પણ આ કેસમાં હજુ સુધી ચાર્જશીટ દાખલ કરી નથી.