Published By:- Bhavika Sasiya
- અમદાવાદનાં સરસપુર વિસ્તારમા દિવાળી જેવુ વાતવરણ છવાઈ ગયું છે…
- અષાઢી બીજ આગામી 20 જૂનના રોજ છે. ત્યારે સમગ્ર રથયાત્રામાં પ્રસાદમાં 30 હજાર કિલો મગ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ નો પ્રસાદ કરવામાં આવશે.
ભગવાન જગન્નથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજી હાલ સરસપુર ખાતે મોસાળમાં છે. 18 જૂન સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બળદેવજીની આંખે પાટો બાંધવાની વિધિ કરાઇ સવારે 9.30ના ધ્વજારોહણ વિધિ અને સવારે 11 વાગ્યે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. તા 19 જૂનના સવારે 10 વાગ્યે સોનાવેષના દર્શન-ગજરાજ પૂજન, સવારે 10.30 એ મંદિર પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ, સાંજે 6.30ના પૂજા-આરતી અને સાંજે 8 વાગ્યે મહાઆરતી થશે.
તા 20 જૂનની સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. સવારે 4.30ના ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાશે. સવારે 7.05ના રથયાત્રાનો પ્રારંભ થશે.
સાંજે 8.30ના ભગવાન ની જ મંદિરમાં પરત ફરશે. દેશભરમાંથી 2 હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. ઍવી જાણકારી મળી રહી છે.