Published By:-Bhavika Sasiya
દાંતની સારવાર કરવા માટે ઘરે જ દાંત સફેદ કરવા પાવડર તૈયાર કરી શકો છો. દાંતની સફેદી ચહેરાની સુંદરતા હોય છે. પીળા દાંતને કારણે આપણે ખુલીને હસી પણ શકતા નથી. દાંતને યોગ્ય રીતે સાફ ન કરો તો દાંત પીળા પડવા લાગે છે. દિવસમાં બે વાર બ્રશ કરવુ જરુરી છે.
તમે ધણા પ્રયત્નો કરયા પછી પણ જૉ દાંત સફેદ ના થતા હોય તો ધરે આ પાવડર તૈયાર કરો. તેના માટે એક ચમચી લવિંગ પાવડર, એક ચમચી કાળું મીઠું, એક ચમચી તજ પાવડર, સૂકા લીમડા અને ફુદીનાના બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તમારા ટૂથબ્રશમાં ટીથ વ્હાઇટીંગ પાઉડર લગાવો અને તેને તમારા દાંત પર હળવા હાથે ઘસો અને પછી કોગળા કરો, આ તમારા દાંતની ચમક પાછી લાવશે, સાથે જ તમને પોલાણથી બચાવશે. દાંત ની કળજી રાખો. રોજ સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરો. હૂંફાળા અને મીઠા પાણી ના કોગળા કરો. દાંત સાફ કરવા માટે લીમડાના દાંતા અથવા પાઉડરનો ઉપયોગ કરો. જો બે દાંત વચ્ચે ગંદકી જામી ગઈ હોય, તો સફાઈ માટે ડેન્ટલ ફ્લોસનો ઉપયોગ કરો. બ્રશને હળવા હાથે ઘસો, ખાધા પછી કોગળા કરો, તેનાથી દાંત પર લેયર નથી પડતું.