Published by : Rana Kajal
ફિલ્મ ની પટકથા ની ગતી વધે તે માટે પહેલાની ફિલ્મોમાં ગીતો વચ્ચે મુકવામાં આવતા હતા. તેમજ સિચ્યુએશન ઉભી કરવામા આવતી હતી… ફિલ્મોમાં ગીતોનો ઉપયોગ માત્ર દર્શકોના મનોરંજન માટે જ નહીં પરંતુ સ્ટોરીને આગળ લઈ જવા માટે પણ થતો હતો. જો કે, ઘણી વખત ફિલ્મોમાં ગીતોની ભરમાર પછી, મોઢામાંથી એક જ શબ્દ નીકળતા કે – બાપ રે! કેટલા ગીતો છે. પરંતુ બોલિવૂડની એક એવી ફિલ્મ છે જેમાં 5 કે 6 નહીં પણ 72 ગીતો હતા.
એટલું જ નહીં, આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી કોઈ ફિલ્મ તોડી શક્યું નથી. આ ફિલ્મ 30ના દાયકામાં એટલે કે લગભગ 9 દાયકા પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 91 વર્ષ થઈ ગયા છે. પરંતુ આટલા વર્ષો પછી પણ આ ફિલ્મનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. આ ફિલ્મનું નામ છે ‘ઈન્દ્રસભા’ જે વર્ષ 1932માં રિલીઝ થઈ હતી.
‘ઈન્દ્રસભા ફિલ્મ’ એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં એટલા બધા ગીતો છે કે તેણે તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. 72 ગીતોમાં 9 ઠુમરી, 31 ગઝલ, 13 વિવિધ ગીતો, 4 હોળીના ગીતો, 5 છંદ, 5 ચૌબાલા અને બાકીના 5 સામાન્ય ગીતો હતા. આ ફિલ્મમાં જહાનઆરા અને મિસ્ટર નિસાર મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે આ સ્ટાર્સ ખૂબ જ લોકપ્રિય હતા. જહાનઆરા એક્ટરની સાથે સાથે એક સિંગર પણ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે ‘ઈન્દ્રસભા’ પહેલી સાઉન્ડ ફિલ્મ હતી. જ્યારે ‘આલમઆરા’ પ્રથમ બોલતી ભારતીય ફિલ્મ હતી. ફિલ્મ ‘ઈન્દ્રસભા’ પછી ફિલ્મોનો ટ્રેન્ડ સતત બદલાતો રહ્યો. તે સમયે ફિલ્મોમાં ઘણાં ગીતો આવતા હતા, પરંતુ હવે ફિલ્મોમાં થોડાં જ ગીતો હોય છે. લોકો હવે બેક ટુ બેક ગીતોવાળી ફિલ્મો જોવાનું પણ પસંદ કરતા નથી..